નહજુલ બલાગા - ૧
"માલદાર અને ગરીબીનો ફેંસલો પરવરદિગારની બારગાહમાં ગયા પછી થશે"
મૌલા અલી (અ. સ.)
નહજુલ બલાગા
કોણ છે મુફલિસ,નિર્ધન ને તવંગર કોણ છે ?
હશ્રમાં મળશે ખુલાસો કે સિકંદર કોણ છે ?
"કલીમ"
નહજુલ બલાગા -૨
પોતાના દોસ્તથી એક મર્યાદા સુધી દોસ્તી રાખો,ક્યાંક એવું ના બને કે એક દિવસ દુશ્મન બની જાય અને દુશ્મનથી પણ એક હદ સુધી દુશ્મની રાખો કદાચ એક દિવસ મિત્ર બની જાય.(તો શરમાવું ના પડે)
નહજુલ બલાગા
દોસ્તીમાં એક મર્યાદા રહે, સંયમ રહે,
ક્યાંક એવું થાય ના કે દોસ્ત પણ શત્રુ બને.
દુશ્મનીમાં પણ રહે બસ એજ ઉપરનો નિયમ,
દોસ્ત થઈ જાયે કદી તો સ્હેજ ના આવે શરમ.
"કલીમ"
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો