જીવન સેહલાઈથી જીવવા અમે નોખી પ્રથા રાખી
દુઆ ઝહરાની લઇને જિંદગીમાં કરબલા રાખી.
ફકત કરબોલાની હોઠ પર કાયમ કથા રાખી
સદાયે આંખડીમાં આંસુઓની અલકમા રાખી.
સબક લીધો છે મેં કરબોબલાના બાળ અસગરથી
દુઃખો સામે અડગ રહીને મેં હસવાની અદા રાખી.
મુસીબત કોઈ દી ભેટી નથી જીવનના મારગમાં,
સદા મુશ્કિલકુશાના નામની હોઠે સદા રાખી.
જમાનાની હવા મારુ ભલા શું છીનવી શકશે ?
કે મેં ઘર પર જરી ગાઝીના પરચમની હવા રાખી.
નથી હું દરબદર થાતો જીવનમાં એજ કારણ કે,
અલીથી ઇશ્ક રાખ્યો ને અલીથી આસ્થા રાખી.
દીધો'તો વાસ્તો અબ્બાસનો બસ ત્યારથી એણે
ન કોઈ મુશકિલો રાખી ન કોઈ વેદના રાખી.
ફરિશ્તાઓ કપાળે બોસા દે છે કબ્રમાં કારણ
મુસલ્લા પર કર્યા'તા સજદા મેં ખાકે શિફા રાખી.
દુવાઓ ત્યારથી દે છે અમોને ફાતેમાં ઝહરા
હુસૈન ઈબ્ને અલીની જ્યારથી દિલમાં વ્યથા રાખી.
નથી બેહીસ્તની લાલચ અઝાદારોએ ખુદ ઘરમાં,
અઝાખાનું સજાવી ખુલ્દની આબોહવા રાખી.
લીધું તેં નીર ખોબામાં અને ફેંકી દીધું પાછું,
વફા ગાઝી નિભાવી તેં ન જીવન-ખેવના રાખી.
ફરિશ્તા રોકવાના શુ મને જન્નતમાં જાવાથી
સીના પર લઈ જવાનો છું હું માતમની મતા રાખી.
"કલીમે કરબલા"ને ફિક્ર શાની રોજે મહેશરની,
કે એણે હોઠે કાયમ આલે એહમદની સના રાખી.
"કલીમ" મોમીન વલેટવા
Waahhh waahhh. Lajavab
જવાબ આપોકાઢી નાખોMashaallah