body { user-select: none !important; -moz-user-select: -moz-none !important; -webkit-user-select: none !important; -ms-user-select: none !important; } .post-body blockquote, .post-body pre, .post-body code { user-select: text !important; -webkit-user-select: text !important; -ms-user-select: text !important; -moz-user-select: text !important; }

રવિવાર, 12 એપ્રિલ, 2020

હક હુસૈન


بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ



હકનો હાદી, હકનો હામી, હકની હિંમત ઈબ્ને હૈદર
હકનું હૈયુ, હકનો હેતુ, હકની હસરત ઈબ્ને હૈદર

હકનો હીરો, હકની હૈબત, હકની હિકમત ઈબ્ને હૈદર,
હકનો હાકીમહકની હાજત, હકની હુજ્જત ઈબ્ને હૈદર.

હકનો કારી, હકનું કુરઆં, હકની કિસ્મત ઈબ્ને હૈદર,
હકની કિંમત, હકનો કલમો, હકની કુરબત ઈબ્ને હૈદર.

હકનો કિસ્સો, હકનો કાસીદ, હકની કિરઅત ઈબ્ને હૈદર,
હકની કશ્તી, હકનો કિલ્લો, હકની કામત ઈબ્ને હૈદર.

હકની ઈચ્છા,હકની ઇસમત, હકની ઈજ્જત ઈબ્ને હૈદર,
હકનું ઈમાં, હકની ઇશરત, હકની ઇતરત ઈબ્ને હૈદર.

હકનો રાહી, હકનો રહેબર, હકની રંગત ઈબ્ને હૈદર,
હકનો રસ્તો, હકનો રક્ષક, હકની રૈયત ઈબ્ને હૈદર.

હકનો રાજા, હકનો રૂસ્તમ, હકની રાહત ઈબ્ને હૈદર,
હકની રોનક, હકનો રુતબો, હકની રહેમત ઈબ્ને હૈદર.

હકનો ગુસ્સો, હકનું ગુંજન, હકની ગૈરત ઈબ્ને હૈદર,
હકનું ગૌહર, હકનું ગૌરવ , હકની ગૈબત ઈબ્ને હૈદર.

હકનો મોભો, હકનો માહિત, હકની મહેનત ઈબ્ને હૈદર,
હકનો મારગ, હકનો માનિત, હકની મિલ્કત ઈબ્ને હૈદર.

હકનો જુસ્સો, હકનો જઝબો, હકની જુર્રત ઈબ્ને હૈદર,
હકનો જામીન, હકની જહેમત હકની જન્નત ઈબ્ને હૈદર.

હકનો સૈયદ, હકનો સાહબ, હકની સુરત ઈબ્ને હૈદર,
હકનું સાહસ, હકનો સરવર, હકની સિરત ઈબ્ને હૈદર.

હકનો લહેજો હકનો લેખક હકની લોગત ઈબ્ને હૈદર
હકનું લશ્કર હકનો લ્હાવો હકની લિજ્જત ઈબ્ને હૈદર

હકનો નૈયર, હકનો નાસિર, હકની નુસરત ઈબ્ને હૈદર,
હકનો નાયબ, હકનો નાયક, હકની નિષ્બત ઈબ્ને હૈદર.

હકનો આલિમ, હકનો આબીદ,હકની અઝમત ઈબ્ને હૈદર,
હકનો આશિક, હકનો આરીફ, હકની આયત ઈબ્ને હૈદર.

હકનો "ખાદિમ", હકનો ખયમો, હકની ખીદમત ઈબ્ને હૈદર,
હકની ખુશ્બૂહકનો ખાલીક, હકની ખિલકત ઈબ્ને હૈદર.

મોમિન 'ખાદિમ'હુસૈન "કલીમ" વલેટવા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો