بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
યા ખુદા તું
છે કૃપાળુ તું દયા કરનાર છે,
યા ખુદા તારી
કરીમી,
રહેમ પારાવાર છે.
સર્વથી
સર્વોપરી તું સર્વ શક્તિમાન છે,
યા અઝીમો,યા કબીરો તારી આલા શાન છે.
નામ તારું છે
દવા ને ઝીક્ર તારો છે શિફા,
આલમે
ઇન્સાનિયતની દૂર કર મૌલા બલા.
યા ખુદા તેં
મોકલેલા અંબિયાનો વાસ્તો,
ઔલિયાનો
વાસ્તો ને અવસિયાનો વાસ્તો.
આખરી તારા
નબીનો વાસ્તો યા રબ તને,
ફાતેમાનો ને
અલીનો વાસ્તો યા રબ તને.
એ હસનનો
વાસ્તો અલ મુજતબાનો વાસ્તો.
વાસ્તો યા રબ
શહીદે કરબલાનો વાસ્તો,
પંજેતનના
વાસ્તે મૌલા દુઆ મકબુલ કર,
દમ નથી આદમમાં
યા રબ તું ફરીથી શ્વાસ ભર.
સૈયદે
સજ્જાદનો છે વાસ્તો પરવરદિગાર,
હર બીમારી દૂર
કર તું આપી દે દીલને કરાર.
સૌ મરીઝોને
શિફા આપે,
બકા આપે છે તું,
તું દરદ આપે
છે તો એની દવા આપે છે તું.
કૂન કહી દે
તું અગર તો થાય નવસર્જન તરત,
ફેરવે તું એક
પળમાં તારી મરજીથી
વખત.
તું અગર ચાહે
તો શું શું થઈ નથી શકતું ખુદા,
મૌત પણ આવે
નહીં જો હોય ના તારી રજા.
ભલભલા વિજ્ઞાન
પણ જો આજ ગોથા ખાય છે,
છે ગઝબનો વક્ત
સૌ ઇન્સાન મરતાં જાય છે.
યા ખુદા
ઇન્સાન આજે થઈ ગયો લાચાર છે,
આસરો તારો જ
છે બસ તું જ એક આધાર છે.
યા ખુદા તારા
વિના કઈ પણ મળી શકતું નથી,
તારી નજરોથી
કશું છૂપું રહી શકતું નથી.
અલ હકીમો, અલ વદૂદો,અલ મજીદો તું
બસીર,
અલ હસીબો, અલ જલીલો, અલ હફીઝો તું
કદીર.
બસ હકીકતમાં
હકીમી ફક્ત તારી છે હકીમ,
સબ્ર દે, તું દે હલીમી, અસ્સબૂરો,
અલ હલીમ.
દૂર કર દુઃખો
ખુદા તું એકલો અઝ્ઝાર છે,
બાએસો તું, વાજીદો તું , તું જ તો ગફફાર છે.
દે શિફા કે
તું છે આલિમ સૌ જગતનો તું અલીમ,
યા મુજીબો સર ઝુકાવીને તને વિનવે "કલીમ".
બાએસો...સજીવન
કરનાર
વાજીદો--અસ્તિત્વ
આપનારો
મુજીબો-- તરત
જવાબ આપનારો
અઝ્ઝાર-- દુઃખ
દૂર કરનારો.
ખાદિમહુસૈન
"કલીમ" મોમિન.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો