بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
તમે આવો તમારા
આવવાની રાહ જોઉં છું,
હકીકી રીતે
જીવન જીવવાની રાહ જોઉં છું.
જગતનાં જૂઠ
પાખંડો ઉપર પરદો પડી જાયે..
સમય આવો
સુવર્ણ આવવાની રાહ જોઉં છું
તમે આવી
સલૂનીની સદા આપો જો મિમ્બરથી,
સવાલો છે જે
દિલમાં,
પૂછવાની રાહ જોઉં છું.
તમે આવો
મુસલમાનો બધાયે એક થઇ જાયે,
હું આ અનમોલ
અવસર માણવાની રાહ જોઉં છું.
રગેરગ માં વહે
છે આપની લોહી મોહમ્મદ નું.
મોહમ્મદ ની
હું ખુશ્બૂ સૂંઘવાની રાહ જોઉં છું.
લઢું હક માટે
હું ને હકની ખાતર જાન આપી દઉં,
હું તારા સૈન્યમાં શામિલ થવાની રાહ જોઉં છું
બુલંદી મેળવી
હું ઇશ્કની મેરાજ પામી લઉં,
કદમ મૌલા તમારા ચૂમવાની રાહ જોઉં છું.
ઈશારા પર કે
જેના સૂર્ય પણ બદલે દિશા,
એવી,
એ પકડી આંગળી
હું ચાલવાની રાહ જોઉં છું.
અઝાં દાઉદ આપે, મૂંતઝર તારી ઇમામતમાં,
ઈસા સાથે હું
સજદામાં જવાની રાહ જોઉં છું.
અગર ફિરઔનની
નૌકા છે તો મુસા જરૂરી છે,
હું એ બાતિલની
કશ્તી ડૂબવાની રાહ જોઉં છું.
મુકદ્દરમાં
નર્યો અંધાર છે મૌલા મદદ કરજો,
કે સૌના
ભાગ્યને અજવાળવાની રાહ જોઉં છું.
મદદ મિસમની
મળશે મુજને મિદહતમાં એ મહદીની,
"કલીમ"ને મહેફીલે બોલાવવાની રાહ જોઉં છું.
મોમિન
ખાદિમહુસૈન "કલીમ" વલેટવા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો