body { user-select: none !important; -moz-user-select: -moz-none !important; -webkit-user-select: none !important; -ms-user-select: none !important; } .post-body blockquote, .post-body pre, .post-body code { user-select: text !important; -webkit-user-select: text !important; -ms-user-select: text !important; -moz-user-select: text !important; }

રવિવાર, 12 એપ્રિલ, 2020

હુસૈન બોલે તો



بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ



બને છે પળમાં મુકદ્દર હુસૈન બોલે તો,

લખાય લોહના અક્ષર હુસૈન બોલે તો.

 

ચરણના સ્પર્શથી જો પાંખ મેળવે ફિતરસ,

તો હોય કેવા એ મંઝર હુસૈન બોલે તો.

 

બને જ નહીં કે એ રાહિબને ખાલી કાઢી દે?

પીસર એ મેળવે સુંદર હુસૈન બોલે તો.

 

કદી જો ઈદ ઉપર થાય વસ્ત્રની ઈચ્છા,

તો આવે ખુલ્દથી વણકર હુસૈન બોલે તો.

 

રગોમાં એની લુઆબે દહન નબીનું છે,

ઝરે છે ઇલ્મની ઝરમર હુસૈન બોલે તો.

 

અઝલથી કૂન ફયકુનનો એ કિમીયાગર છે,

કે ઉતરે ખયમામાં કૌસર હુસૈન બોલે તો.

 

જલાલમાં જો એ આવે તો એના કદમોમાં,

ચરણ પખાડે સમંદર હુસૈન બોલે તો.

 

હે દોસ્ત ઉઠ કે હજી દોસ્તી અધૂરી છે,

હબીબ મેળવે જીવતર હુસૈન બોલે તો.

 

જો એક વાર કહી દે તો એ અફર ને અમર,

ખુદાના બોલ્યા બરાબર હુસૈન બોલે તો.

 

ન કોઈ તેગ ન ખંઝર બસ એક ચપટીમાં,

કે તનથી થાય જુદા સર હુસૈન બોલે તો.

 

"કલીમ" ને છે ભરોસો એ દેશે ઈબ્ને કલીમ,

ખુદા અતા કરે બહેતર હુસૈન બોલે તો.

 


ખાદિમહુસૈન "કલીમ" મોમિન. વલેટવા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો