بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
જગત આખુંય
જેની પાસે ઝર ઝેવર મતા માંગે,
અલી, અબ્બાસ માટે ખુદ ખુદા પાસે દુઆ માંગે.
અતા થાએ જરી
શૂરવીર ગાઝી શેર અલમબરદાર
ખુદા દે
પુત્રની સોગાત
અગર શેરે ખુદા માંગે.
કે એ શબ્બીર
માટે હકનો હામી થાય કરબલમાં,
નમાઝોમાં
ખુદાથી એથી હૈદર બાવફા માંગે.
કે રસ્તો
આપમેળે થાય લશ્કરના સમંદરમાં,
નથી આ કોઈ
મુસા કે ખુદા પાસે અસા માંગે.
સમંદર એને
રસ્તો દે તો એમાં શી નવાઈ છે ?
પહાડો પણ હટી
જાએ અગર ગાઝી જગા માંગે.
વફા એમાં, શિફા એમાં કહું શું શું નથી એમાં,
ખુદાની જન્નતો
પણ એના પરચમની હવા માંગે.
કે એની રૂહ પણ
ભેગી ભરી દીધી'તી અબ્બાસે
ને એ મશ્કે
સકીનાથીય પાણી અલ્કમા માંગે.
ખુદાના શેરનો
શેરે જરી જો તેગ ખેંચે તો,
મલેકુલ મૌત પણ
ના શ્વાસ લેવાની રજા માંગે.
અરે એ શેર છે
પળવારમાં લશ્કર ચૂંથી દેશે,
શિયાળો શામની
હાથે કરી શેને કઝા માંગે?
જરૂરત જો પડે
અબ્બાસ એના કર કપાવી દે,
કે ઘડતર માટે
બાહુબળ જો દીને મુસ્તફા માંગે.
તમે કૂફફાર
એવા ઘરની સામે આવ્યા છો લઢવા,
કે ખુદ જ્યાં
મૌત પણ બે હાથ જોડીને ક્ષમા માંગે.
સકીનાની
રીદાનો મારા માથે બાંધજો સાફો,
ખતા હુરની જે
રીતે શાહે કરબલની અતા માંગે.
તમારા ઘરના
ઘ્વારે નૌકરી દરબાનની દેજો,
બીજું શું
આપનો નૌકર "કલીમે કરબલા" માંગે.
ખાદિમહુસૈન
"કલીમ" મોમિન. વલેટવા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો