body { user-select: none !important; -moz-user-select: -moz-none !important; -webkit-user-select: none !important; -ms-user-select: none !important; } .post-body blockquote, .post-body pre, .post-body code { user-select: text !important; -webkit-user-select: text !important; -ms-user-select: text !important; -moz-user-select: text !important; }

રવિવાર, 12 એપ્રિલ, 2020

મુનાજાત - ઇમામ મહદી (અ.)




بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
               

યા ઇમામે  મૂંતઝર  મુશ્કિલકુશા.  હાજત રવા,
યા ઈમામેં.  મૂંતઝર   લો સાંભળો દિલની દુઆ.

યા ઈમામે    મૂંતઝર   ફરિયાદ  છે  ઇમદાદ કર,
યા   ઇમામે  મૂંતઝર    છે  કોઈ ના   તારા વગર 

યા ઇમામે     મૂંતઝર   મુશ્કિલ  બધીએ દૂર હો,
યા ઇમામે  મૂંતઝર  દુનિયામાં   તારૂ     નૂર  હો.

યા ઇમામે.  મૂંતઝર  તું   આવ તો જીવન બને,
યા ઇમામે મૂંતઝર.  વેરાન   રણ  ગુલશન બને.

યા ઇમામે   મૂંતઝર   મોમિનને  તારો ઇન્તેજાર,
યા ઇમામે મૂંતઝર.  હર   એક  દિલ છે બેકરાર.

યા ઇમામે   મૂંતઝર   સંસાર   આપે   છે  જફા,
યા ઇમામે  મૂંતઝર  દિલ  ઝંખે   છે   તારી કૃપા.

યા ઇમામે   મૂંતઝર   આવો  તમે  મંઝિલ મળે,
યા ઇમામે   મૂંતઝર   મઝધારથી  સાહિલ મળે.

યા   ઇમામે  મૂંતઝર   તારી   જરૂરત  છે  હવે,
યા  ઇમામે  મૂંતઝર  સંસાર   આફત   છે હવે.

યા ઇમામે મૂંતઝર  જુલ્મો  સિતમ છે ત્રાસ છે,
યા ઇમામે   મૂંતઝર ગૂંગળાઇ રહેલાં શ્વાસ છે.

યા   ઇમામે  મૂંતઝર  જગમાં  તમારું તેજ હો,
યા ઇમામે  મૂંતઝર  બસ  તું  કહે  ને એજ હો.

યા   ઇમામે   મૂંતઝર   ફેલાયેલો   અંધાર  છે,
યા   ઇમામે   મૂંતઝર  તું   નૂરનો    અંબાર છે.

યા  ઇમામે  મૂંતઝર  તું  આવ કે અજવાસ હો,
યા  ઇમામે  મૂંતઝર  સુખના  બધાને  શ્વાસ હો.

યા  ઇમામે  મૂંતઝર  અન્યાય  છે તું  ન્યાય કર,
યા  ઇમામે  મૂંતઝર  કાયમ  કરી દે   ન્યાય ઘર.

યા  ઇમામે  મૂંતઝર હર એક બલા આફત ટળે,
યા  ઇમામે  મૂંતઝર   મુશ્કેલીમાં     રસ્તા   મળે.

યા  ઇમામે   મૂંતઝર  તારા   વિના  સૌ વ્યર્થ છે.
યા  ઇમામે   મૂંતઝર   તું   જીવવાનો    અર્થ છે.

યા   ઇમામેં   મૂંતઝર   પુરી   કરી   દેજો  દુઆ,
યા  ઇમામે   મૂંતઝર   સૌ   માફ કર દેજો ખતા.

યા  ઇમામે મૂંતઝર લેજો આ ખાદીમના સલામ,
યા  ઇમામે  મૂંતઝર  અય  બારમાં હાદી, ઇમામ.

યા   ઇમામે   મૂંતઝર   તું દે   મને  અકલે સલીમ,
યા  ઇમામે  મૂંતઝર  કર જોડી વિનવે છે  "કલીમ".


ખાદીમહુસૈન "કલીમ" મોમિન- વલેટવા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો