بِسْمِ اللّٰهِ
الرَّحْمٰنِ الرَّحِيْمِ
યા ઇમામે
જમાના યા અલ મૂંતઝર
અલ મદદ યા
ઈમામેં જમાં અલ મદદ
જગનો તું
શહેનશાહ છે તુહી રાહબર
અલ મદદ યા
ઇમામે જમાં અલ મદદ.
મોમિનોનો
સહારો બની આવ તું,
નૂર હૈદરનું
દુનિયામાં ફેલાવ તું,
ન્યાયના દીપ
દુનિયામાં પ્રગટાવ તું,
સત્યના પાઠ
દુનિયાને સમજાવ તું,
છે જગત આજ
હકથી બધું બેખબર,
અલ મદદ યા
ઇમામે જમાં અલ મદદ.
જુઠ, પાખંડ, ઇર્ષા,પતન છે પતન,
ઝેર જેવું
બન્યું છે અય આકા જીવન,
તારી આશાઓ
લઈને
છે બેઠું ચમન,
દીને
ઇસ્લામનું કર ફરીથી જતન,
દીને અહમદની
તું દૂર કર પાનખર,
અલ મદદ યા
ઇમામે જમાં અલ મદદ.
રાહ જોવામાં
તારી છે થાક્યા નયન,
આવ નરજીસના
પ્યારા હંસી ગુલબદન,
હર દુઃખી
દિલને આવીને દે સાંત્વન
આવ કે મેળવે
સૌ ફરી નવજીવન.
મુશ્કિલોથી
ભરેલી છે જીવન સફર,
અલ મદદ યા
ઈમામેં જમાં અલ મદદ.
છે ફરી એજ
કરબોબલાની કથા,
રોજ આપે છે બાતિલ આ હકને વ્યથા,
હક પોકારે છે
હલમીનની હરદમ સદા,
આવ પરદો
ચીરીને અલી મૂર્તઝા,
કુફ્રની સૌ
સફો આવીને સાફ કર,
અલ મદદ યા
ઈમામેં જમાં અલ મદદ.
રંજ ને ગમથી
મૌલા
ઉગારો હવે,
કશ્તીને દીનની
દ્યો
ઉતારો હવે.
બસ ફકત આપનો
છે સહારો હવે,
કુફ્ર પર થાય
હકના પ્રહારો હવે
ન્યાયથી આ
જગતને કરો તરબતર,
અલ મદદ યા ઇમામે
જમાં અલ મદદ.
તું છે સરવર
ને સૈયદ છે સરદાર તું,
તું હુસૈન
ઈબ્ને હૈદર છે કર્રાર તું,
તું છે અકબર, મોહંમદનો કિરદાર તું,
બાવફા તું છે
ગાઝી ને જર્રાર તું.
મૂંતઝીર અય
હસન અસ્કરીના પિસર,
અલ મદદ યા
ઇમામે જમાં અલ મદદ.
ઝંખે
"જાફર"કલીમ" તારા દીદારને,
મૌત પહેલા જુવે
તારી સરકારને,
પૂર્ણ જુવે
ઇમામોના ગુલઝારને,
ચૂમે આવીને એ
આપના ઘ્વારને,
તું દુઆઓમાં
પૈદા કરી દે અસર,
અલ મદદ યા
ઇમામે જમાં અલ મદદ.
ખાદીમહુસૈન
"કલીમ" મોમિન- વલેટવા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો