body { user-select: none !important; -moz-user-select: -moz-none !important; -webkit-user-select: none !important; -ms-user-select: none !important; } .post-body blockquote, .post-body pre, .post-body code { user-select: text !important; -webkit-user-select: text !important; -ms-user-select: text !important; -moz-user-select: text !important; }

રવિવાર, 12 એપ્રિલ, 2020

છે હુસૈન





بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ



ફાતેમાનો લાલ છે તું ઈબ્ને હૈદર છે હુસૈન,
છે નબી શબ્બીર તો તું પણ પયમ્બર છે હુસૈન.

અંબિયા લાખો ન તારી તોલે આવે કોઈ દી,
એકલો કેવળ ને કેવળ તું જ અકબર છે હુસૈન.

હિલ્મ એનું,ઇલ્મ એનું,શાનો શૌકત, વિરતા,
સૌ ગુણોમાં બાપ હૈદરની બરાબર છે હુસૈન.

કોણ છે જે લોહી સીંચીને કરે સર્જન નવું?
દીન માટે  કરબલામાં તારું  ઘડતર છે હુસૈન.

ઘર લૂંટાવે, સર કપાવે, વીર એવો કોણ છે?
આ બધા પ્રશ્નોનો કેવળ એક ઉત્તર છે હુસૈન.

કરબલા પોકાર દે છે આવ કે આબાદ કર,
આ ધરા તારા વગર સદીઓથી બંઝર છે હુસૈન.

હક હંમેશા હેતથી તારા હદયમાં ઘર કરે,
વિશ્વમાં હકની હિમાયતનો તું રહેબર છે હુસૈન,

 શી હશે એની બુલંદી ધ્યાનથી  મંથન કરો ?
પીઠ પર ક્યારેક નાનાનાં ખભા પર છે હુસૈન.

તારલા પણ કાન દઈને સાંભળે છે આયતો,
એટલો નેજાની ધારે તું જ અધ્ધર છે હુસૈન.

કોઈ ફિતરસને ખબર દો કે પધારે છે તબીબ,
જા કે સૌ મખલુકની મુક્તિનો સરવર છે હુસૈન.

છે સકળ ચૌદે ભુવન પર રાજ એના બાપનું,
રાજ એ શોભાવનારો રાજકુંવર છે હુસૈન.

કોઈ ઝુલાવે ઝુલો ને વસ્ત્રો લાવે છે કોઈ,
અર્શના હર એક રહીશો તારા નૌકર છે હુસૈન.

તેં બચાવી એટલે જગમાં રહી છે એ અમર,
એટલે તૌહીદની રગરગની અંદર છે હુસૈન.

એને ઓઢી મેળવે આરામ,રાહત ને સૂકુંન,
હકને ઠંડક આપનારી હકની ચાદર છે હુસૈન.

તંગદસ્તી,મુફલિસીમાં જીવે છે તારો "કલીમ",
ભર દે ઝોળી તું સખાવતનો સમંદર છે હુસૈન.



મોમિન 'ખાદિમ'હુસૈન "કલીમ" વલેટવા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો