body { user-select: none !important; -moz-user-select: -moz-none !important; -webkit-user-select: none !important; -ms-user-select: none !important; } .post-body blockquote, .post-body pre, .post-body code { user-select: text !important; -webkit-user-select: text !important; -ms-user-select: text !important; -moz-user-select: text !important; }

રવિવાર, 12 એપ્રિલ, 2020

સૈયદે સજ્જાદ



بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ



બલંદ આપની સરકાર સૈયદે સજ્જાદ,
ઈબાદતોનો છો શણગાર સૈયદે સજ્જાદ.

એ ઉચ્ચતમ છે ફઝીલત તમારા ઘ્વારેથી,
ખુદાના ઉઘડે બધા ઘ્વાર સૈયદે સજ્જાદ.

સખાવતોમાં રહ્યા આપ સખી ઈબ્ને અલી,
ઉતારે કોઈ ના ઉપકાર સૈયદે સજ્જાદ.

નમાઝ પઢતાં બદન એનું થરથરે કાયમ,
ઇલાહી ઇશ્કના બિમાર સૈયદે સજ્જાદ

હર એક ડગલે તમે શૂળની ચૂભન વેઠી,
બનાવ્યો દીનને ગુલઝાર સૈયદે સજ્જાદ.

નમાઝ છે જો હદય એનું તો એ સમજી લો.
ઇબાદતોનાં છે ધબકાર સૈયદે સજ્જાદ.

નમાઝો જોઈને તારી નમાઝી થઈ ગઈ છે,
એ કેદખાનાની દિવાર સૈયદે સજ્જાદ.

છતાંય ડરતાં હતા શામના એ  દરબારી,
હતા ભલેને ગિરફતાર સૈયદે સજ્જાદ.

તેં આપેલી એ દુઆઓના દાનનો ઉપહાર,
ભૂલાવી ના શકે સંસાર સૈયદે સજ્જાદ.

સિતમની સાંકળો એને શું કેદ કરશે એ,
ખુદાની મરજીનો મુખ્તાર સૈયદે સજ્જાદ.

કદમમાં એના જે રણઝણ છે બેડીઓની તે,
રહ્યો છે જીતનો રણકાર સૈયદે સજ્જાદ.

હલાક થઈ ગયા શામી તમારા ખુતબાથી,
ઉઠાવી ના પડી તલવાર સૈયદે સજ્જાદ.

દુઆઓ ત્યાંજ મને તારી કામ આવે છે,
દવાઓ થાય જ્યાં બેકાર સૈયદે સજ્જાદ.

કે આવ ઘ્વાર પર એના તું દર બદર ના ફર,
છે સઘળાં દર્દનો ઉપચાર સૈયદે સજ્જાદ.

નસીબમાં છે ભલે હમણાં અંધકાર "કલીમ"
જરૂર લાવશે ચમકાર સૈયદે સજ્જાદ.

મોમિન ખાદિમહુસૈન "કલીમ"- વલેટવા






ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો