بِسْمِ اللّٰهِ
الرَّحْمٰنِ الرَّحِيْمِ
ખાલીક અલીથી
દેખ કેવી ચાહના કરે,
કાબાની એ
દિવારના બે ભાગલા કરે,
પાળે જે
કાએનાતને એ ઘેર આવીને,
રોટીની
ફાતેમાથી અલી યાચના કરે.
ઈસા તો રૂહ
ફૂંકીને દેતા હતા જીવન,
ઠોકર લગાવી
મૂડદાં અલી જીવતા કરે.
તો પણ ગણી
શકાય ના હૈદરના વસ્ફને,
જો વેઢા પર
ગણતરી બધા તારલા કરે.
કેવું એ ઘર
હશે કે ફરિશ્તાઓ રાત દિન,
જન્નતને પડતી
મેલી અહીં આવ જા કરે.
મારી નજરમાં
જોઉં તો બંને છે એક વાત,
ઈચ્છા અલી કરે, અને ઈચ્છા ખુદા કરે.
પત્તો મળે તો
રણમાં મળે ક્યાંથી ફૌજનો?
સામે હો લાફતા
તો પછી લાપતા કરે.
દુનિયાની
મુશ્કિલોથી ન ગભરા કે એ ખુદા,
આલે નબીથી
પ્રીત છે,
તો પારખા કરે.
અય મિમ્બરે
સલૂનીના સાહેબ "કલીમ"ને,
મિસમની દે
જબાન કે તારી સના કરે.
મોમિન
ખાદિમહુસૈન "કલીમ" વલેટવા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો