بِسْمِ اللّٰهِ
الرَّحْمٰنِ الرَّحِيْمِ
મોમિનો એક
દિવસ એવો આવશે જોજો,
ઇમામ ગૈબથી
પરદો
ઉઠાવશે જોજો.
બતૂલની એ બકીઅ
બાગમાં બદલવાને,
મજૂર એના
મુહીબને બનાવશે જોજો.
મૌલા મહદી તને
દેવા ને સાથ લઈ શમશીર,
જંગમાં હઝરતે
અબ્બાસ આવશે જોજો.
કહાની
કરબોબલાની પછી થશે અવળી,
કુફ્રને હકની
એ બયઅત કરાવશે જોજો.
સિતમનો, જુલ્મ, શહીદોનો એ
બદલો લેશે,
નજાત જુલ્મથી
જગને અપાવશે જોજો.
જગતને ન્યાયથી
ભરપૂર એ ભરી દેશે,
ફરીથી અલવી
અદાલત ચલાવશે જોજો.
એ લાફતાનો છે
લખ્તે જીગર જલાલતમાં,
સિતમના સરને એ
સર સર ઉડાવશે જોજો.
સિતમનું, કુફ્રનું, જુલ્મોનું જોર
નહીં ચાલે,
એ આવી હકની
હુકુમત ચલાવશે જોજો.
યઝીદી રાજ સૌ
તારાજ થઈને રહી જાશે,
અલીનું જોમ
જગતને બતાવશે જોજો.
એ આવી ગૈબથી
સામ્રાજ્ય સ્થાપશે અલવી,
ફરી સલૂનીનો
મિમ્બર સજાવશે જોજો.
એ આવશે તો
બધાં કુફ્ર થઈ જશે બેઘર,
એ આવી કુફ્રનો
ખૈબર ઉઠાવશે જોજો.
ઝહુર કરશે તો
મન્સૂર થઈને આવશે એ,
મદદ કરીને બધા
ગમ મિટાવશે જોજો.
તમામ આલમે
ઇન્સાનિયત થશે ઇન્સાન,
જગતજનોને હક
ઉપર એ લાવશે જોજો.
કહે રસૂલ અમલ
શ્રેષ્ઠ એની રાહ જોવી,
મોહિબ્બો તે
પછી ખુશીઓ મનાવશે જોજો.
આ કોલ મારા
ઇમામે રઝાનો છે બરહક,
નિરાશા બાદ એ
લોકોની ,
આવશે જોજો.
કે એના કામ
બધા છે ભરેલ હિકમતથી,
હકીમ આવીને દર્દો મિટાવશે જોજો.
બદરની જંગ
જેટલા થશે સહચર એના,
ઇમામ એ પછી
દુનિયામાં આવશે જોજો.
જગતમાં શાંતિ
ને ન્યાય સલામત રહેશે,
એ આવી સત્યની
સરકાર લાવશે જોજો.
ફઝાઈલ આલે
મોહંમદના પઢવા એક દિવસ,
"કલીમ"ને
એ ઇજન દઈ બોલાવશે જોજો.
મોમિન
ખાદિમહુસૈન "કલીમ" વલેટવા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો