body { user-select: none !important; -moz-user-select: -moz-none !important; -webkit-user-select: none !important; -ms-user-select: none !important; } .post-body blockquote, .post-body pre, .post-body code { user-select: text !important; -webkit-user-select: text !important; -ms-user-select: text !important; -moz-user-select: text !important; }

રવિવાર, 12 એપ્રિલ, 2020

સ્વીકાર થશે


હૈદરની વિલાયતનો જ્યારે પ્રત્યેક દિલે સ્વીકાર થશે,
ઇન્સાન બુલંદી કેળવશે, એક મોમિનનો કિરદાર થશે.

અન અમતા અલયહીમ પઢને તું કર ગૌર જરા તૌહીદ ઉપર,
મારુફ ને મુનકર સમજી લે તો તું મોમિન સાકાર થશે.

ઇસ્લામ મરણ શૈયા ઉપર જ્યાં આખરી શ્વાસો ભરતો'તો,
બોત્તેર પધાર્યા કરબલમાં, ધડકનમાં નવો ધબકાર થશે.

ઇતિહાસના પાના ઉથલાવો ઇતિહાસ ગવાહી આપે છે,
હક આવશે હકનો હામી થઈ બાતિલનો જો પડકાર થશે.

શબ્બીર જો કરબલના રણમાં ઇસ્લામ નો રક્ષણહાર થશે,
બે લાલ ને વારી દેશે હુસૈન, એક લાલ અગર બીમાર થશે...

બોત્તેર બહાદુરના બળથી બળવાન બન્યો છે દીને નબી,
જો વાત થશે ઇસ્લામની તો સૌ પેહલા આ  ઉચ્ચાર થશે.

ઇસ્લામ તને ડગલે પગલે સજ્જાદે તબિયત આપી છે,
તા હશ્ર તું તંદુરસ્ત રહીશ ક્યારેય નહીં બીમાર થશે.

મનકુન્તોના રંગે રંગાઈ રગ રગમાં ભરી એ  સચ્ચાઈ,
હૈદરની મારેફતનો પછી થોડો થોડો સંચાર થશે.

રેહમતની ઘટાઓ રેલાશે હકની થાશે ઝરમર ઝરમર,
ઇસ્લામના પાક બગીચામાં એક મોરનો ત્યાં ટહુકાર થશે.

સુખ, શાંતિ,ન્યાય,સદાચારી, રહેશે ન કોઈ પણ લાચારી,
દીન અચ્છે આયેગે તબહી જબ મહદીની સરકાર થશે.

રહેશે ન ગરીબી,દુઃખ,પીડા, દુનિયામાં ફક્ત કાનૂને ખુદા,
બસ બારનો કારોબાર હશે, આધાર બધાનો બાર થશે.

ના છેડ તું એને રસ્તો દે અય શામના લશ્કર સમજી લે,
જીવ રહેશે નહીં કોઈ બાકી જો શેરે અલી ખુંખાર થશે.

"કલીમ" મોમિન



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો