body { user-select: none !important; -moz-user-select: -moz-none !important; -webkit-user-select: none !important; -ms-user-select: none !important; } .post-body blockquote, .post-body pre, .post-body code { user-select: text !important; -webkit-user-select: text !important; -ms-user-select: text !important; -moz-user-select: text !important; }

રવિવાર, 12 એપ્રિલ, 2020

ચાહત નહીં કરે

જે પાંચ બાર ચૌદથી નિસબત નહિ કરે
એને કહો બહિષ્તની ચાહત નહિ કરે.

એને ખુદા ના દુષમનો સાથે છે દુષમની,
હૈદર કોઈ જ દુષમની અંગત નહિ કરે.

હક છે હુસૈન હકથી બગાવત નહીં કરે,
મસ્તક ઝુકાવશે નહિ બયઅત નહિ કરે.

મારું હદય છે કાબા મદીના ને કરબલા,
અહીંના રહીશ ક્યાંય પણ હિજરત નહિ કરે.

કરશે ફરિશ્તા ખુલ્દમાં ભરપૂર સરભરા,
દુનિયા ભલે "કલીમ"ની ઈજ્જત નહીં કરે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો