જો અલીના નામની લગની કદી લાગે નહીં,
ખુલ્દ તો શું ખુલ્દની તું ખુશ્બુ પણ પામે નહીં.
હૈદરી રણવીર જો રણમાં કદી જંગે ચઢે,
ભાગજો મેદાનથી પણ આવતા સામે નહિ.
જીતવા ખૈબર જતા મરહબ કહે "આવું કે ના ",
ભાગતા કહેતા બધા, આજેય નહીં કાલે નહિ.
થઈ જતે ખૈબરમાં ચેહલૂમ અય નબી ઇસ્લામનું,
જીતવા ખૈબર અગર શેરે ખુદા જાતે નહિ.
જીવતા ને મૌત દે ને જિંદગી મડદાંને દે,
હૈદરે કર્રાર સામે કોઈનું ચાલે નહીં.
પૂતળું આદમનું સર્જે હાથ હૈદર આપના,
કિબ્રિયાને પણ યદુલ્લાહ વિણ જરા ચાલે નહીં.
બાળપણમાં ચિરે અજગર તો જવાનીમાં અલી,
ધૂળ ભેગો ખૈબરી કિલ્લો કરી નાખે નહીં?
કરબલામાં દીનની જો લાજ બચતી હોય તો,
ફાતેમાની લાડલી શુ ઓઢણી આપે નહિ?
ઈદના દિવસે કહે ઝહરા કે દરજી આવશે,
તો પછી રિઝવાન શુ દરજી બની આવે નહીં?
સબ્રના હથિયારથી ઇસ્લામને જીવન મળ્યું,
તિરની, ભાલાની કે તલવારની ધારે નહીં.
રૂહ જો પોશાક પેહરે મિસમી કિરદારનો,
મૌત સામે હોય તો પણ સ્હેજ ગભરાશે નહિ.
એજ તો આધાર છે જીવનમાં જીવવાનો"કલીમ",
જામે ઇશ્કે હૈદરી વીણ જિંદગી જામે નહીં.
"કલીમ" મોમિન
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો