જો યઝીદે શામને તલવાર પર ઇમાન છે,
શેહને અહીંયા સબ્રના હથિયાર પર ઇમાન છે.
તારી હાં માં હાં એ ભણશે? વાત તું ભૂલી જજે,
ફાતેમાના લાલ ને ઇન્કાર પર ઇમાન છે.
એ ગુનેહગારોને દેશે હશ્રમાં બેશક સજા,
કે મને જબ્બાર પર કહહાર પર ઈમાન છે.
નૂરના દર્શન કદી એ શખ્સ શું પામી શકે ?
જેને આખી જિંદગી અંધાર પર ઇમાન છે.
આ સગા-વ્હાલાં આ દુનિયા પર કદી રાખ્યું નથી,
એક પર ને ચૌદ પર ને બાર પર ઇમાન છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો