body { user-select: none !important; -moz-user-select: -moz-none !important; -webkit-user-select: none !important; -ms-user-select: none !important; } .post-body blockquote, .post-body pre, .post-body code { user-select: text !important; -webkit-user-select: text !important; -ms-user-select: text !important; -moz-user-select: text !important; }

રવિવાર, 12 એપ્રિલ, 2020

દૌલત પીરની

કેટલી અનમોલ ને  આલા છે દૌલત પીરની,
રાખ હૈયામાં અય મોમિન રાખ ચાહત પીરની.

માર્ગ જીવનનો વિકટ છે,ભલભલા ભૂલા પડે,
જિંદગીમાં હર કદમ પડશે જરૂરત પીરની.

છળકપટ શયતાન દે ને ઘોર અંધારા મળે,
પૂછ આદમને કે છે કેવી ફઝીલત પીરની.

હક વચન એનાં, હુકમ તું રાખ સર આંખો ઉપર,
જેવી છે ખાલીકની રહેમત એ જ રહેમત પીરની.

ગુજકી બાત એના વગર તું કઈ રીતે જાણી શકે?
પામવા સૌ ભેદ કરવી પડશે સોહબત પીરની.

દિલથી એના પર નજર કર, સત્યના દર્શન થશે,
એટલી નૂરાની છે સુરત ને સિરત પીરની.

ફકત એ જ અલ્લાહની મજબૂત રસ્સી પામશે,
દિલ નિખાલસ રાખી જે કરશે ઈતાઅત પીરની.

પીરનો પાલવ જે  પકડે પંજેતનને પામશે,
લઇ જશે ખાલીક સુધી મોમિનને કુરબત પીરની.

ઇબ્લિસિ અંધારમાં સપડાયેલો રહેશે સદા, 
તું  બની ગુમરાહ જો કરશે  અદાવત પીરની.

બસ ખુદા જાણે, નબી જાણે, ને જાણે મૂર્તઝા,
કોઈ ના જાણી શકે શું છે  હકીકત પીરની.

એ બતાવે એજ રસ્તો હક તરફ લંબાય છે,
હક છે એ પોતે અને હક છે હિદાયત પીરની.

લઈ જશે હાદી તને મહદી સુધી,તું રાહ જો,
લાવશે એક દિન રંગત જોજે મહેનત પીરની.

પીરનો સાયો રહે કાયમ દુઆ છે અય ખુદા,
તું સલામત રાખજે, કરજે હિફાઝત પીરની.

કબ્રના અંધારથી મોમિન કદી ડરતો નથી,
કબ્રમાં આવે છે અહેમદ લઈને સુરત પીરની.

કામિયાબી કોઈને જો પામવી હો તો "કલીમ",
દીન દુનિયામાં ગનીમત છે તરીકત પીરની.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો