આલા અઝીમ આપની હર શાન છે તકી
નવમી કડી તું નૂરની, કુરઆન છે તકી.
ધરતીથી લઈ ગગન સુધી ગુણગાન છે તકી.
અનમોલ તારી વિશ્વમાં પહેચાન છે તકી.
જવ્વાદ, કાનેઅ, મૂર્તઝા,મુખ્તાર ને આલિમ,
છે મુન્તખબ લકબ, એ તારી શાન છે તકી.
નેહજે બલાગા તારા લે ઓવારણાં મૌલા,
તારી બલાગતોમાં એવી જાન છે તકી.
વારીસ તું ઇલ્મનો રહ્યો તખ્તે સલૂનીનો,
તું ઇલ્મ પહેલાં ઇલ્મનો સુલતાન છે તકી.
વેઠી તેં મુશ્કિલોને અજબ પરવરીશ કરી,
તું મુસ્તફાના દીન પર અહેસાન છે તકી.
આવે છે તારા શ્વાસમાં પંજેતની મહેક,
અહેમદના નૂરનું તું ગુલીસ્તાન છે તકી.
મામુન, મોઅતસિમને કોઈ આપજો ખબર,
સમજે નહીં કે મામુલી ઇન્સાન છે તકી.
ચિંતા નથી શું હશ્ર થશે રોજે હશ્રમાં,
કરશે રહેમ કે મારો નિગેહબાન છે તકી.
નહીંતર આ રંકને તો કોઈ ક્યાંથી ઓળખે?
તારી સનાથી દુનિયામાં સન્માન છે તકી.
તકવામાં તારી જેમ હું સાબિત કદમ રહું,
કરજો મદદ "કલીમ"નું અરમાન છે તકી.
તારા બધા સવાલના હાજર જવાબ છે,
યહ્યા તું એમ સમજે છે નાદાન છે તકી?
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો