body { user-select: none !important; -moz-user-select: -moz-none !important; -webkit-user-select: none !important; -ms-user-select: none !important; } .post-body blockquote, .post-body pre, .post-body code { user-select: text !important; -webkit-user-select: text !important; -ms-user-select: text !important; -moz-user-select: text !important; }

રવિવાર, 12 એપ્રિલ, 2020

જુગ જુગ જીવો

અય ઝહીરે જાફરીના લાડલા જુગ જુગ જીવો,
ખીઝ્રની દે ઉંમ્ર તમને કિબ્રિયા જુગ જુગ જીવો.

જાફરી રહેબર મુશાહીદ મોમિનોના સર પરસ્ત,
રબ્બે અકબરથી મુરીદોની દુઆ જુગ જુગ જીવો.

રહેબરે રાહે તરીકત, અય શરીઅતના વસી,
આપની હર શાન આલા મરતબા જુગ જુગ જીવો.

મોમિનોની રેહબરી માટે જીવન ખર્ચી દીધું,
પીર મુરશીદ હાદી મારા પેશવા જુગ જુગ જીવો.

જિંદગી વીતી ફક્ત અલ્લાહના આદેશ પર,
આપની રહેશે જગે કાયમ વફા જુગ જુગ જીવો.

હૈદરી મયઘરથી પીવડાવ્યા છે જામે કૌસરી,
અય વિલાયતના વલી અય સાકીયા જુગ જુગ જીવો.

આપના અહેસાન આકા કૌમ શી રીતે ભૂલે?
છે હજી રોશન હિદાયતના દીવા જુગ જુગ જીવો.

કાશીથી કાબા સુધી લાવ્યા કબીરૂદ્દીન ને,
લઈ ગયા છો આપ અમને કરબલા જુગ જુગ જીવો.

ગોર અંધારું હતું અજવાસ આપ્યો છે તમે,
 છે દુઆ દિલથી સદા નુરુલ હુદા જુગ જુગ જીવો.

આપનો ચેહરો નિહાળી, રબની કુરબત મેળવી,
અય મુશાહીદ પીર સૈયદ મરહબા જુગ જુગ જીવો.

મકતબાની મહેર છે એ મેહેર તારા ખૂનથી,
શુક્ર રબનો અય મુજાહિદના પિતા જુગ જુગ જીવો.

આપથી ઓળખ મળી  તો પંજેતનને ઓળખ્યા,
મોમિનોએ મેળવી મોંઘી મતા જુગ જુગ જીવો.

શીખવ્યું તેં પાર  થાએ શી રીતે પૂલે સિરાત,
શીખવ્યું તે પામતા રબની રઝા જુગ જુગ જીવો.

બસ દુઆઓના વગર શું દઈ શકે તમને "કલીમ"
શુક્રિયા સદ શુક્રિયા સદ શુક્રિયા જુગ જુગ જીવો.

મોમિન ખાદીમહુસૈન "કલીમ" - વલેટવા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો