body { user-select: none !important; -moz-user-select: -moz-none !important; -webkit-user-select: none !important; -ms-user-select: none !important; } .post-body blockquote, .post-body pre, .post-body code { user-select: text !important; -webkit-user-select: text !important; -ms-user-select: text !important; -moz-user-select: text !important; }

રવિવાર, 12 એપ્રિલ, 2020

ખબર છે?




بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

 

અલ્લાહના એ નૂરનું પયકર છે ખબર છે ?

એહમદનો વસી હક્કનું એ મઝહર છે ખબર છે ?

 

દીવાલ કહે કા'બાની બે ભાગમાં થઇજા ,

અલ્લાહના આ શેરની માદર છે ખબર છે??

 

ઇન્કાર અલીની જો વિલાયતનો થશે તો,

મુનકીરના સરે મૌતનો પથ્થર છે ખબર છે??

 

જીવે જે જીવન ઇશ્કે નબી ઇશ્કે અલી વીણ,

એ જિંદગી બેકાર છે બદતર છે ખબર છે ??

 

જાણે છે બધું આભથી ઉતરેલો સિતારો

કે કોણ બતૂલ  આપનો શૌહર છે ખબર છે.

 

મરહબ તું થઈશ આજ તો ફિન્નાર સુણી લે  ,

માંથી જે મળ્યું નામ એ હૈદર છે ખબર છે ?

 

હલ મુશ્કિલો કરતો નથી ઇન્સાનોની કેવળ

મોહતાજ સવા લાખ પયમ્બર છે ખબર છે ??

 

ઘર-કામમાં ઝહરાની મદદ આવી કરે છે 

જીબ્રિલ સમા  નૌકરો ચાકર છે ખબર છે ??

 

ઝહરાએ બનાવેલી ફક્ત ખાય છે રોટી

એક આંગળી પર એટલે ખૈબર છે ખબર છે??

 

માલિક છે અલી, મૌત એ મુઠ્ઠીમાં  ફરે લઈ ,

જીવન તો ફક્ત ચરણોની ઠોકર છે ખબર છે ??

 

એ નામના સદકે જ છે અલ્લાહના વલિયો ,

અબ્દાલ, કુતુબ, કોઈ કલંદર છે ખબર છે??

 

બસ ધ્યાન રહે, એને એક અલ્લાહ ના કેહતા ,

બાકી જે કહો  સઘળું બરાબર છે ખબર છે ??

 

કરવાને સના આપની મુજને મળ્યો મીમ્બર

મેરાજ ઉપર મારું મુકદ્દર છે ખબર છે ??

 

ભઇ કેવા સવાલો અને ભઇ  કેવા જવાબો ?

હાં , કોણ અહીં  કબ્રની અંદર છે ખબર છે ??

 

કેહતા'તા ક્લીમ આપને જોઈને ફરિશ્તા

ભઇ આલે મોહમ્મદનો આ  શાયર છે ખબર છે ??

 

 

ખાદીમહુસૈન "કલીમ" મોમિન.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો