بِسْمِ اللّٰهِ
الرَّحْمٰنِ الرَّحِيْمِ
દુલારી અલીની
તું શણગાર ઝયનબ,
અલીને ખુદાનો
તું ઉપહાર ઝયનબ.
અય ઉમ્મુલ હસન
કે વિલાદતથી તારી,
છે ખુશ
પંજેતનનો પરિવાર ઝયનબ.
ઝુલાવે છે
હસનૈન ઝુલો જતનથી,
ઇમામોની
છાયામાં જીવનાર ઝયનબ.
અગર તું ન
હોતે જો કરબલ પછી તો,
થતે દીને અહમદ
નિરાધાર ઝયનબ.
સિતમના કલેજાં
તેં ચીરી દીધાં છે,
છે ગુફતાર
તારી કે તલવાર ઝયનબ.
તેં અલવી
અદાથી શું ખુતબો દીધો કે,
છે ચૂપચાપ
બાતિલનો દરબાર ઝયનબ.
સફરમાં કબરમાં
કે મહેશર કે ઘરમાં
મને હર ઘડી
તારી દરકાર ઝયનબ.
બની ગઇ તું
કરબલમાં કુફ્ફાર સામે
અલમ લઇ જરીનો
અલમદાર ઝયનબ
ઈરાદા શું
તોડી શકે કોઈ તારા,
અડીખમ છે તું
એક દિવાર ઝયનબ
ફસાહત અલીની,બલાગત અલીની,
છે નેહજે
બલાગાનો પોકાર ઝયનબ.
સખાવત કરો તો
બને રંક રાજા,
સખી આપ એવા છો
દાતાર ઝયનબ.
જરા ચેતો
અબ્બાસની એ બહેન છે,
કે બાતિલની
સામે છે પડકાર ઝયનબ.
છે સુરત તમારી
ખદીજાની સુરત,
ને સિરતમાં
ઝહરાનો કિરદાર ઝયનબ.
ન હકથી કદી
લેશ પણ ડગમગી છે,
અડગ અલવી આલા
તું કિરદાર ઝયનબ.
ક્ષમા યાચના
ભૂલ હો જો સનામાં,
ખતા બક્ષજો
કરજો ઉપકાર ઝયનબ.
સના તારી
શબ્દોથી ટાંકી શકું હું.
વધારી દે
બુદ્ધિનો વિસ્તાર ઝયનબ...
ફઝીલત લખું
શું પડે શબ્દ ઓછા,
તું ખોલી દે
શબ્દોના ભંડાર ઝયનબ.
મુકી પંજો
પરચમ ઉપર કહી રહ્યો છું..
છે મુજને
તમારો જ આધાર ઝયનબ.
"કલીમી" કલમ પર કરમ કરજો કાયમ
ને કરજો સદા
એનો ઉદ્ધાર ઝયનબ.
ખાદીમહુસૈન "કલીમ" મોમિન.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો